Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અધૂરી સ્વતંત્રતા

Advertiesment
हमें फॉलो करें અધૂરી સ્વતંત્રતા
આઝાદી હજુ અધૂરી છે
સપના પૂરા થવા બાકી છે
રાંચીની શપથ પણ ક્યા પૂરી થઈ છે

જેમની લાશો પર પગ ઘરીને
આઝાદી ભારતમાં આવી
તેઓ છે આજ સુધી રઝળતા
દુ:ખના કાળા વાદળો છવાયા

કલકત્તાના ફૂટપાથો પર
જેઓ આંધી-વરસાદ સહન કરે છે
તેમને પૂછો 26 જાન્યુઆરી વિશે
તેઓ શુ કહે છે

webdunia
 
N.D
ભારતીયના નાતે તેમનુ દુ:ખ
તમે સાંભળતા તો તમને શરમ આવતી
સીમાની બીજી બાજુ જુઓ
જ્યા સભ્યતાને કચડવામાં આવતી

માણસ જ્યાં વેચાય છે
ઈમાન ખરીદવામાં આવે છે
ઈસ્લામ કણસી રહ્યો છે
ડોલર મનમાં હસે છે

ભૂખ્યા અને ઉધાડાઓને
હથિયાર પહેરાવવામાં આવે છે
સૂખા ગળામાંથી કટ્ટરતાના
નારા લગાવવામાં આવે છે

webdunia
 
N.D
લાહોર, કરાચી, ઢાકા પર
માતમની કાળી છાયા
ભારતના મુખ્ય શહેરોમા
ભય અને ડરની છે છાયા

તેથી જ તો કહુ છુ
આઝાદી હજુ અધૂરી છે
કેવી રીતે હું ખુશી મનાવુ
થોડા દિવસની મજબૂરી છે

એ દિવસ દૂર નથી જ્યારે
પુન: ભારતને અખંડ બનાવીશુ.
ગિલગિટથી ગારો પર્વત સુધી
આઝાદીનો ઉત્સવ ઉજવીશુ.

એ સુવર્ણ દિવસ માટે આજથી
કમર કસો બલિદાન આપો
જે મળ્યુ તેમા ખોવાઈ ન જશો
જે ગુમાવ્યુ તેનુ ધ્યાન કરો.

મૂળ કવિતા : અટલ બિહારી વાજપેયી
ભાવાનુવાદ : કલ્યાણી દેશમુખ

Share this Story:

Follow Webdunia Hindi