Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફરાળી રેસીપી - શક્કરિયાની ગળી વેડમી

Advertiesment
हमें फॉलो करें ફરાળી રેસીપી - શક્કરિયાની ગળી વેડમી
સામગ્રી - 250 ગ્રામ શક્કરિયા(બાફેલા), 1 કપ રાજગરાનો લોટ, 1/2 કપ સિંગોડાનો લોટ, 1/2 ટી સ્પૂન દળેલી ઈલાયચી, 1/4 કપ છીણેલુ નારિયળ, 1/2 કપ દળેલી ખાંડ, દેશી ઘી જરૂર મુજબ, 1/2 કિલો રબડી(પીરસવા માટે) 

બનાવવાની રીત - શક્કરિયાને છોલીને મેશ કરી લો. રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ, છીણેલુ નારિયળ, શક્કરિયુ, દળેલી ઈલાયચી, ખાંડ અને બે ચમચી ઘી નુ મોણ નાખી લોટની જેમ ગૂંથી લો. હવે આ લોટની રોટલી વણી તવા પર બંને બાજુ ઘી લગાવી ગુલાબી સેકી લો. સ્વાદિષ્ટ શક્કરિયાની વેડમી તૈયાર છે. ગરમા ગરમ વેડમીને ઠંડી-ઠંડી રબડી સાથે સર્વ કરો.

Share this Story:

Follow Webdunia Hindi

अगला लेख

પુષ્ય નક્ષત્ર આજે જાણો શું છે મહત્વ